“બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડસ”

“બેસ્ટ ઓફ બોથ ધ વર્લ્ડસ”

આજે બીદેશીનીના દસમાં આર્ટીકલમાં એક સહેજ જુદી વ્યક્તિ વિષે લખવું છે. પહેલાના તમામ લેખમાં ભારતીય સ્ત્રીઓ જે વિશ્વના જુદા-જુદા દેશોમાં જઈ વસી છે, તેમની વાત કરી છે. પણ આજે એક એવી સ્ત્રીની વાત કરવી છે જે બહાર થી અહીં આવીને સ્થાયી થઇ છે. અંતે તો એક ધરતી છોડીને બીજી ધરતી પર જઈ વસવું દરેક ને માટે સરખું જ હોય છે.

આનંદ નિકેતન ગ્રુપ ઓફ સ્કુલ્સના ડીરેક્ટર શ્રીમતી નાશી ચૌહાણ મૂળભૂત રીતે પંજાબી છે…..” I am sardarni….…but I was born in Nairobi, capital city of Kenya” નાશીમેમના ગ્રાન્ડફાધર બ્રિટીશરુલના દિવસોમાં કેન્યાના એક્સાઈઝ વિભાગમાં હેડ તરીકે નિયુક્ત થયેલા. આ એ દિવસોની વાત છે જયારે ભારત અને કેન્યા બંને બ્રિટીશ સતા હેઠળ હતા. નાશીમેમના પિતા મી.બલવંત સિંઘ, બ્રિટીશ રોયલ એરફોર્સમાં ફરજ બજાવતા હતા. ઇન ફેક્ટ કેન્યામાં વસવાટ છતાં આ ફેમિલીનું સંપૂર્ણ કલ્ચર કેન્યાના પ્રીવીલેજ્ડ બ્રિટીશ વસાહતીઓ જેવું જ હતું. વિશાળ વિલાઝ, અનેક સર્વન્ટ્સ, એલીટ ઈંગ્લીશ નેબરહુડ અને આર્મીની ડીસીપ્લીનડ લાઈફસ્ટાઈલ. કેન્યા ભારત કરતા ઓછું વિકસિત રાષ્ટ્ર હોવા છતાં ત્યાં વસ્તી ઓછી હોવાને કારણે અફાટ ખુલ્લા મેદાનો, હરિયાળી અને પ્રદૂષણમુક્ત પ્રકૃતિ છે. ભારતની એક સ્ક્વેર કિલોમીટરમાં રહેતી વસ્તી 450 લોકો છે….જયારે કેન્યામાં ફક્ત 80 છે. આથી જ ત્યાના ક્રીમ લેયરને મળતી સુવિધાઓ ઘણીવાર વિકસિત રાષ્ટ્રોના લોકો કરતા વધુ હોય છે.આવા જ એલીટ ક્લાસમાં ઉછરેલા નાશીમેમનું શિક્ષણ લોમાં અને લેન્ગવેજમાં થયેલું. ફ્રેંચમાં માસ્ટર્સ કરીને એમની એરહોસ્ટેસ બનવાની ઈચ્છા હતી. એમને દુનિયા ફરવી હતી, નવી નવી સંસ્કૃતિઓ જોવી હતી. પણ એ જ સમય દરમ્યાન રાજકીય સંજોગો બદલાયા ….અને સાથે બદલાયું અનેક લોકોનું જીવન.

12 ડીસેમ્બર 1963 ના કેન્યા આઝાદ થયું અને 1964માં એને રિપબ્લિક ઓફ કેન્યા તરીકે ડીકલેર કરાયું. એ પછી કેટલાક વર્ષોમાં ત્યાં વસતા મોટાભાગના બ્રિટીશ ઓફિસર્સ દેશ છોડીને ચાલ્યા ગયા. ઈંગ્લીશ એરફોર્સમાં કાર્યરત નાશીમેમના પિતા એ પણ નિર્ણય લેવાનો હતો કે ફેમીલી સાથે માઈગ્રેટ થઈને યુ.કે. જવું કે ભારત પરત ફરવું. નાશીમેમના માતા શ્રીમતી હરબંસ કોર જે ભારત ભાગ્યે જ એકાદ વાર આવ્યા હતા એ ભારતમાં સ્થાયી થવાની વિરુદ્ધ હતા………આથી ટેમ્પરરી ભારતમાં રહી પછી કાયમી નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું. લગભગ 1970 આસપાસ આ કુટુંબ જયારે ભારત આવ્યું ત્યારે અહી હજી આધુનિકતા કે શહેરીકરણ મર્યાદિત હતા.ગંદકી અને અરાજકતા, બહાર થી આવેલા લોકો માટે કલ્ચર શોક સમા હતા. શિક્ષણનો આંક નીચો હતો અને સરકારીતંત્રમાં સંપૂર્ણ બિનકાર્યક્ષમતા હતી. અહી આવ્યા પછી થોડા જ વર્ષોમાં આ સીખ કુટુંબના મોટા ભાગના સભ્યો માઈગ્રેટ થઈને અન્ય દેશોમાં ચાલ્યા ગયા, પણ નાશીમેમનું ભવિષ્ય તે સમય દરમ્યાન જુદી રીતે આકાર લઇ ચુક્યું હતું….

ભારતીય એરફોર્સમાં પાયલટ તરીકે કાર્યરત ગ્રુપ કેપ્ટન રણવીરસિંહ ચૌહાણ સાથે નાશીમેમના લવમેરેજ હતા. એ લગ્ન માટે એમણે પોતાનો બ્રિટીશ પાસપોર્ટ સરન્ડર કરવો પડ્યો…..કેમકે આર્મીની વ્યક્તિ સાથે લગ્ન કરનારની ભારતીય નાગરિકતા એ વર્ષોમાં ફરજીયાત હતી. એ પછી છેલ્લા ચાર દાયકાઓમાં નાશીમેમ વિશ્વના અનેક દેશોમાં રહ્યા છે…..એરફોર્સ ની ટ્રાન્સ્ફરેબલ જોબના કારણે ઘણા દેશોમાં ફર્યા છે. ઝામ્બિયામાં અને યુ.કે.માં રહ્યા છે. એમના બ્રધર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે, એક દીકરો યુ.એસ.એ.માં ડોક્ટર છે અને બીજો દીકરો કેનેડાની હોકી ટીમમાં ઓલમ્પિક્સમાં રમી ચુક્યો છે. સાચી રીતે જ આ ફેમીલી વિશ્વ નાગરિક બની શક્યું છે. નાશીમેમના પોતાના જ શબ્દોમાં મુકું તો “I am lucky that I have seen best of both the world. I appreciate discipline and sophistication of western world and I love humanity and hospitality of India and Africa.” એમનું દ્રઢપણે માનવું છે કે વ્યક્તિ જેમ જુદા જુદા પ્રદેશો અને લોકોને મળે છે….તેમ વધુ શિક્ષિત બને છે.આ વિશ્વની વિશાળતા જાણી લો તો નાની નાની સમસ્યાઓ તમને ક્ષુદ્ર અને ક્ષુલ્લક લાગવા લાગે છે. નાત જાત, ધર્મ, સીમાઓ….કશામાં એ નથી માનતા. એ માને છે ફક્ત માનવમાં અને જીવનના વ્યાપમાં.

વર્ષો સુધી વિશ્વના જુદા જુદા દેશોમાં શિક્ષણસંસ્થાઓમાં ભણાવ્યા પછી છેલ્લા દોઢ દાયકા થી નાશીમેમ આનંદ નિકેતન ગ્રુપમાં ડીરેક્ટર તરીકે કાર્યરત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં જ છ કેમ્પસ ધરાવતા આ ગ્રુપમાં દસ હજાર થી વધુ બાળકો ભણે છે. નાશીમેમે આ શાળાઓમાં …. કેમ્બ્રિજ એક્ઝામ, મોડેલ યુનાઇટેડ નેશન(MUN) , પોએટ્રી રાઈટીંગ અને રેસીટેશન, સાયન્સ ફેર વગેરે અનેક નવા ઈનીશીએટીવ દાખલ કર્યા છે. અમેરિકન બાયોગ્રાફીકલ ઇન્સ્ટીટયુટ દ્વારા વર્ષ 2012 માં એમને ‘વુમન ઓફ ધ યર’ નો અવોર્ડ આપવા માં આવ્યો છે. આનંદ નિકેતનના સેટેલાઈટ કેમ્પસ ને એકસલન્સ ઇન એજ્યુકેશન નો અવોર્ડ અપાયો છે.બે વર્ષ પહેલા બાળકોને મેમ, પ્રણવ મુખર્જીને મળવા રાષ્ટ્રપતિ ભવન લઇ ગયા હતા. સ્કુલ ગયા વર્ષે યુનાઇટેડ નેશન્સ ના હેડક્વાર્ટર, યુ.એસ.એ.માં બાળકોને રિપ્રેઝન્ટ કરવા લઇ ગઈ હતી. ટેનીસ અને રનીંગમાં આનંદ નિકેતન રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરી ચુક્યું છે. દર વર્ષે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સ્કુલના અનેક બાળકો જાપાન, ડેન્માર્ક , ઇટલી અને અમેરિકા એક વર્ષ હોસ્ટ ફેમીલી સાથે રહેવા જાય છે. અને અન્ય દેશોના બાળકો પણ અહી આવીને અહીના કુટુંબો સાથે રહે છે. શૈક્ષિણક રીતે અને સમગ્ર વિકાસની દ્રષ્ટીએ પણ નાશીમેમે સ્કુલને એક આદર્શ સંસ્થા તરીકે વિકસાવી છે. કે.જી. માં ભણતું 4 વર્ષનું બાળક એમને પોતાનું ડ્રોઈંગ બતાવવા આવે ત્યારે મેમ એ ડ્રોઈંગ ને પોતાની ઓફીસમાં સાચવી રાખે છે. એ કહે છે “ now…after spending 40 years in education….it is not even a profession for me. It’s a habit, a passion, a purpose to weak up every day and go on. Nothing can make your life more worthwhile than guiding a child in right direction.”

આ બધું છતાં આજે પણ એમને ભારતની કેટલીક વાતો નથી ગમતી. ગંદકી, બેદરકારી, આળસ પ્રત્યે એમને સખત અણગમો છે. રસ્તા પર ગમે ત્યાં કચરો નાખતા, કામચોરી કરતા લોકોને એ સૌથી મોટા દેશદ્રોહી ગણે છે. દેશ પ્રત્યે નો પ્રેમ એટલે સ્વચ્છતા , બીજા નાગરિકો માટેનો આદર અને પૂરી પ્રમાણિકતા થી થતું કામ એવું એ માને છે. કદાચ આપણે આર્થિક રીતે પશ્ચિમના દેશો સાથે હરીફાઈ ન કરી શકે પણ સિવિક સેન્સ , સંસ્કાર અને શિસ્ત તો વિકસિત રાષ્ટ્રોનો ઈજારો નથી…!! એમાં તો આપણે ચોક્કસ ઈમ્પ્રુવમેન્ટ કરી શકીએ.આ સાથે સાથે નાશીમેમે ગર્લ્સ એજ્યુકેશનને, એમ્પવાર્મેન્ટને પ્રોત્સાહન આપવા પણ ઘણું કામ કર્યું છે.

જયારે મેં એમને એમના શોખ પૂછ્યા ત્યારે એમણે કહ્યું “રીડીંગ”. એમણે શેક્સપીઅર થી અગાથા ક્રિસ્ટી સુધીના લેખકો વાચ્યા છે.રોબર્ટ ફ્રોસ્ટની કવિતા “વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ”નું પઠન કર્યું છે.પણ દાયકાઓ પહેલા વાચેલી એક સ્ટોરી “વેન્ડેટા” આજે ય એમના દિલની નજીક છે. તો એલન મુરના પુસ્તક “વી ફોર વેન્ડેટા” ના વાક્યો થી આ લેખનો અંત કરીએ. કદાચ જીવનભર શિક્ષણ સાથે સંકળાયેલા નાશીમેમ આવનારા વિદ્યાર્થીઓ ને આ જ સંદેશ આપવા ઇછ્છતા હશે.

“I hope that whoever you are…you will have a beautiful life. I hope world will change and things will get batter. Even though I do not know you and I may never meet you…..i wish that someday you will realize that I really contributed in your life. “

Leave a Comment