Devangi Bhatt

"કેટલાક લોકો એમના અંતરમાં ચીરપ્રવાસી હોય છે. એ કોઈ સાંભળેલી ,વાંચેલી જગ્યામાં પહોચી જવા ઇચ્છે છે. એમનું ઘર સમગ્ર સૃષ્ટિ હોય છે........ અને છતાં ક્યાંય નથી હોતું. એ એમના સમયમાં ,સ્થળમાં જીવવા છતાં હંમેશા કોઈ દુરના પ્રદેશને ઝંખ્યા કરે છે. હું એ સ્વપ્નસેવીઓ, ચીરપ્રવાસીઓને માટે લખું છું."

About the Author

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનુ એક સશક્ત નામ છે. એમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં, લેખનશૈલી પણ આગવી છે. ‘વાસાંસિ જીર્ણાનિ’ ની ક્રૂર જર્મન નાયિકા ઓરોરા મિલર હોય કે ‘સમાંતર’ નો તેજસ્વી નાયક રઘુનાથ બર્વે ..... દેવાંગી ભટ્ટની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. 

દેવાંગી ભટ્ટ વીસ વર્ષ સુધી ગુજરાત યુનીવર્સીટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા. યુનીવર્સીટીના સાંસ્કૃતિક આયોજનો માટે એમણે વર્ષો સુધી યુવાન વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. પણ રંગભૂમિ હમેશા આ લેખિકા અને અભિનેત્રીનો પ્રથમ પ્રેમ રહી.

રંગભૂમિના અનેક સફળ નાટ્યપ્રયોગો સાથે આ લેખિકાનું નામ જોડાયેલું છે. પછી એ સંગીત-નાટ્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કૃતિ “સમય સાક્ષી છે” હોય, કે ભવન્સની દ્વિઅંકી નાટકોની સ્પર્ધામાં લગભગ તમામ કેટેગરીમાં વિજયી બનેલું નાટક “ ચિત્રલેખા” હોય . દેવાંગીની અંતિમ નાટ્યકૃતિ ‘એકલા ચાલો રે’ ટાગોરના અને કાજલ ઓઝા વૈદ્યના સાહિત્યિક વિવાદ પર આધારિત હતી. 

રંગભૂમિ માટે અનેક પ્રયોગો લખ્યા પછી વર્ષ ૨૦13 માં દેવાંગી ભટ્ટનો ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘પરસેપ્શન’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા બહાર પાડવામાં આવ્યો. એ પછી લગભગ બે વર્ષ એમણે એડિટર નંદિની ત્રિવેદી માટે મેગેઝીન ‘મારી સહેલી’ ની કોલમ ‘ બીદેશીની’ લખી. ભારતની દીકરીઓ કે જે વિશ્વના જુદા-જુદા દેશોમાં જઈ વસી હતી એમના અનુભવો આ કોલમમાં આલેખાયા. વાચકોએ આ ભાવવાહી લખાણને વધાવ્યું. 

પણ ભાવનાત્મક આલેખન કરી શકતા દેવાંગી ભટ્ટ એમના નિર્ભીક રાજકીય તથા સામાજિક લેખો માટે પણ જાણીતા છે. એમના બેબાક શબ્દો આસપાસ સહમતી-અસહમતીની ડમરીઓ ઉડતી રહે છે, પણ અસહમતી હોય એણે પણ આ આગવી કલમનો મજબુત અભિપ્રાય નોંધવો પડે છે. 

દેવાંગીએ શ્રી રામસ્વરૂપ દ્વારા લિખિત ‘Hinduism- Reviews and Reflections’ નો અનુવાદ કર્યો છે જેની પ્રસ્તાવના પદ્મભૂષણ ડેવિડ ફ્રોલી દ્વારા લખાઈ છે. આ અતિગંભીર લેખન સાથે દેવાંગી એમની હળવી શૈલીની તળપદી કવિતાઓ માટે પણ જાણીતા છે. 

લખાણના અનેક સ્વરૂપોમાં કામ કરતા લેખિકાને એમનું પ્રિય સ્વરૂપ પૂછો તો કહે છે “નવલકથા ... એક નવા વિશ્વનું નિર્માણ જેમાં શહેરો, રસ્તા, ઘરો, વ્રુક્ષો અને પાત્રો ...ત્યાં સુધી કે ઉંબરાનો દીવો પણ મારે જ સર્જવાનો હોય. જ્યાં કોઈ બીજું નથી, ફક્ત મારી કલ્પનાનો વિસ્તાર છે. ઈશ્વરને આ વિશ્વ બનાવતી વખતે કદાચ આવી જ અનુભૂતિ થઇ હશે.”

 

Devangi Bhatt is a capable name of modern Gujarati literature. The subject as well as the writing style of her novels are unique in nature. From Vaasansi Jirnaani’s cruel German protagonist Aurora Miller, to Samaantar’s fiery Raghunath Barwe…her pen has gifted immortal characters to Gujarati literature.

Devangi Bhatt worked with the Gujarat University as a professor of economics for twenty years. She has guided young students for the cultural fests of the University for years. But the Rangbhoomi, has always been the writer’s first love. 

Her name is associated with several successful theatre productions. Be it ‘Samay Sakshi Chhe’ which has been awarded by the Sangeet Natya Academi, or ‘Chitralekha’ which bagged awards in almost all the categories of the Bhavans theatre competition. Her last project was ‘Ekla Chaalo Re’, which was based on the literary debate between Rabindranath Tagore and Kaajal Oza Vaidya.

After penning several theatre scripts, Devangi’s first short story collection ‘Perception’ came in 2013 which was published by the Navbharat Sahitya Mandir . For the next two years, she wrote a column for the magazine ‘Maari Saheli’. The column was called ‘Bideshini’, and it explored the experiences of Indian women who had settled across the globe. Readers cherished these write-ups.

 Devangi Bhatt, a writer proficient in emotional literature, is also known for her fearless commentary on social and political issues through her articles. Her unflinching statements spark assent as well as dissent. But those disagreeing also note the strong perspective she puts forth.

Devangi has translated Ram Swaroop’s ‘Hinduism-Reviews and Reflections’, the preface of which has been written by Padma Bhushan David Frawley. Besides her serious work, she is also appreciated for her light hearted, colloquial poetry.

When asked about her favourite mode of writing, the author says “Novels…the creation of a new world where people, places, surroundings, the bright sun and warm darkness …even the diya at the threshold is created by me. Where nothing resides, except my imagination. God musts have felt the same way while making our world.”

 

//www.devangibhatt.com/wp-content/uploads/2020/09/WhatsApp-Image-2020-09-17-at-9.24.23-PM.jpeg

થોડું મળ્યું, થોડું નાયે મળ્યું પણ તું આવી ને બધ્ધું વસુલ મારા ખાતાની ક્રેડીટનું કૂલ, મારી દીકરી તો મોગરાનું ફૂલ

Devangi Bhatt

Awards

  • સંગીત-નાટ્ય અકાદમી પુરસ્કાર - શ્રેષ્ઠ નાટ્યલેખન - સમય સાક્ષી છે (2010)
  • ચિત્રલેખા અને ભવન્સ દ્વારા પુરસ્કૃત - શ્રેષ્ઠ નાટ્યલેખન - જમીન (2013)
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર - શ્રેષ્ઠ નવલકથા ( 2019) વાસાંસિ જીર્ણાનિ
  • દર્શક પુરસ્કાર ( 2020) - અશેષ
  • વર્ષ 2022 થી ભાવનગર યુનિવર્સીટીના TYBA ના વિદ્યાર્થીઓના સિલેબસમાં નવલકથા 'વાસાંસિ જીર્ણાનિ' ને સ્થાન અપાયું છે.
  • નવલકથા ત્વમેવ ભર્તા -  દર્શક એવોર્ડ