દુબઈ ડાયરીઝ
“ આપણા ગુજરાતીઓ એવા મહાચીકણા લોકો છે કે લદાખમાં જઈને ખીચડી કઢી શોધે અને નેપાળ માં ત્રિફળાચૂર્ણ માંગે …..પણ હું માનું છું કે જો તમે નવી જમીન ,નવી સંસ્કૃતિ વચ્ચે જઈ વસ્યા છો તો ત્યાની પ્રજાને, ત્યાની પરંપરાને પણ અપનાવવી જોઈએ.એટલે જ મેં અને મારી બહેને નક્કી કરેલું કે અમે દુબઈ માં ગુજરાતી લોકાલીટીમાં નહી રહીએ…..અમે મલ્ટી લીન્ગ્વલ, ડાયવર્સ લોકો વચ્ચે રહીએ છીએ, and we love that.”
દ્યુતિ ભટ્ટ ભાવનગર ની નાગર છોકરી છે.એમ.કોમ. અને કસ્ટમર રીલેશન્સમાં એમ.બી.એ. કર્યા પછી એણે એક ઇન્ડો-અમેરિકન કંપની માં લગભગ ૧૧ વર્ષ કામ કર્યું. એ જે કંપની માં કામ કરતી હતી તે વોટર ડીસેલીનેશનના પ્લાન્ટ્સ અનેક દેશો માં ધરાવતી હતી.એટલે જ ઘણીવાર દ્યુંતીને ટ્રેઈનીંગ આપવા બીજા દેશોમાં જવાનું બનેલું ……she was satisfied with that setup. પણ એ સમયે સંજોગો બદલાયા.એની મોટીબહેન પરણીને દુબઈ સ્થાયી થયેલી હતી.બહેન ની પ્રેગ્નન્સી નો લાસ્ટ ફેઝ ચાલતો હતો અને કતાર એરવેયઝ માં કામ કરતા બનેવીની દુબઈથી દોહા ટ્રાન્સફર થઇ. દુબઈમાં તદન એકલી રહેતી બહેનને આ પરિસ્થિતિમાં કોઈ ઘરની વ્યક્તિની જરૂર હતી……અને દ્યુતીએ પોતાની કંપની માં થી દુબઈ ટ્રાન્સફર માંગી લીધી.
વર્ષ ૨૦૧૧ માં દ્યુતિ દુબઈ ગઈ અને ત્યાની બ્રાંચ જોઈન કરી લીધી.એ વાતને આજે પાંચ વર્ષ થયા છે….બહેનનો દીકરો શિવમ સ્કુલ જવા જેવડો થઇ ગયો છે…..બન્ને બહેનો મળીને એને લાડ કરે છે અને ક્યારેક ત્રણેય પિલો ફાઈટ કરીને બુમાબુમ કરી મુકે છે.શિવમ ને મમ્મી કરતા ય માસી સાથે વધુ ફાવે છે કારણકે માસી એને વ્હાલ કરીને ફટવે છે.તો બીજી બાજુ ૩૭ વર્ષની દ્યુતિ પણ પોતાના સિંગલ એન્ડ વર્કિંગ સ્ટેટસ થી ખુશ છે. એના શબ્દો માં મુકું તો “મારી વોટર ડીસીલીનેશન ની કંપની નો સ્ટાફ અનેક નેશનાલીટીનો છે.યુરોપિયન, ઇન્ડિયન, મિડલ ઇસ્ટર્ન લોકો,અમેરિકન્સ…..અને સખત કોસ્મોપોલિટન એન્વાયરમેન્ટ છે.we are connected as friends, as individuals ……but we have completely different ideology and beliefs. We don’t ask questions, we don’t get judgmental….we just work and have fun.”
આમ પણ દુબઈ યુનાઈટેડ આરબ અમીરાત્સનું સૌથી વધુ વસ્તી ધરાવતું પ્રોગ્રેસીવ સીટી છે.૨૦૧૪ માં દુબઈ ની જી.ડી.પી. ૧૦૭.૧ બિલિયન યુ.એસ.ડોલર હતી અને વિકાસ દર ૬.૨% હતો જે વિશ્વના સૌથી ઝડપી વિકાસદરોમાં નો એક છે.દુબઈ ની મોટાભાગની વસ્તી અન્ય દેશોના માઈગ્રેટ થયેલા લોકોની છે. યુ.એ.ઈ. ના નાગરિકો ૧૫% છે પણ અનેક રાષ્ટ્રીયતા ધરાવતા લોકો દુબઈ માં આવી વસ્યા છે.કેટલાક તો અનેક પેઢીઓ થી અહી સ્થાયી થયેલા છે.શરૂઆતમાં ઓઈલ બેઝ્ડ ઈકોનોમી હોવા છતાં આજે દુબઈ મુખ્યત્વે ટુરીઝમ અને સર્વિસ સેક્ટર માં થી વિશાળ આવક મેળવે છે.સીટી મેયર ના સર્વે પ્રમાણે દુબઈ વિશ્વના સૌથી ધનિક શહેરોમાં ૨૭ મુ સ્થાન ધરાવે છે. વિશ્વની સૌથી ઉચી ઈમારત બુર્જ ખલીફા ત્યાના આર્કીટેક્ચર અને એન્જીનીયરીંગ ની મિસાલ છે.
આમ જુઓ તો અન્ય ઇસ્લામિક રાષ્ટ્રોની માફક દુબઈ માં પણ મુસ્લિમો માટે શરીયા કોર્ટ અને અન્ય લોકો માટે સિવિલ કોર્ટ છે.પણ છતાં દ્યુતિ કહે છે કે ત્યાના જીવન માં મુંબઈ જેવી જ સ્વતંત્રતા અને ખુલ્લાપણું છે.ધાર્મિકતા છે પણ રૂઢીચુસ્ત બંધનો નથી.હા કાયદા આપણા ભારતીયોને કડક લાગે પણ એને કારણે જ સુવિધા અને સલામતી જળવાય છે.ત્યાની વ્યવસ્થાની એક સરસ ઘટના દ્યુતીએ શેર કરી.ત્રણેક વર્ષ પહેલા દ્યુંતીના પપ્પા એમને મળવા દુબઈ આવેલા.એ ઇન્ડિયા પાછા જતા હતા ત્યારે એમને એરપોર્ટ ડ્રોપ કરવા એ સાથે ગઈ.ટેક્સી માં થી ઉતરીને એરપોર્ટ માં અંદર ગયા પછી ઘણીવારે એમને ખ્યાલ આવ્યો કે એક નાની હેન્ડબેગ ટેક્સી માં જ રહી ગઈ છે. એના પપ્પાનો પાસપોર્ટ, તમામ પૈસા, આઈ.ડી., દવાઓ….બધું જ એમાં હતું.હાફળા ફાફળા એ ત્યાના સિક્યુરિટી ડેસ્ક પર ગયા.પારકા દેશમાં પાસપોર્ટ ગુમ થવો એ ભયંકર ઘટના છે જે અનેક કોમ્પ્લીકેશન્સ ઉભા કરી શકે. પણ ત્યાના ઓફિસરે એમને શાંતિથી બેસાડ્યા.ટેક્સી કંપનીઓ કે જે એરપોર્ટ પર સર્વિસ આપતી હતી એમને ફોન કર્યા, કંપનીએ જી.પી.એસ.ને આધારે જે ગાડીઓ છેલ્લા કલાકમાં એરપોર્ટ ગયેલી તેને વાયરલેસ થી સંપર્ક કર્યો અને ૩૫ મિનીટ માં ટેક્સી ડ્રાઈવર બેગ લઈને એરપોર્ટ પર હાજર થઇ ગયો……આ કેટલી નવાઈની વાત છે આપણા માટે….આપણે ત્યાં તો કન્ફર્મ રીઝર્વેશન હાથ માં હોય ને સીટ પર બીજાના નામ લખેલા નીકળે છે,ગેસનો બોટલ ડીલીવર થયાનો મેસેજ આવી જાય ને બોટલ આવતો નથી અને બાયપાસ કરાવવા આવેલા દર્દીના ની રીપ્લેસમેન્ટ થઇ ગયાના દાખલા છે.હા ….ભારત જન્મભૂમી,ગર્ભભૂમિ છે જ….એનું સ્થાન કોઈ ન લઇ શકે ,પણ જે બાબતો વખાણવા અને શીખવા જેવી છે તેની પ્રશંસા તો કરવી જ રહી.આપણે ત્યાં આ શિસ્ત, આ વ્યવસ્થા નથી.
દુબઈ માં મુખ્યત્વે ઈદ-ઉલ-ફિત્ર , ૨ ડીસેમ્બર નો નેશનલ ડે, રમાંદાન વગેરેની ધામધૂમ થી ઉજવણી થાય છે કેમકે રાષ્ટ્રીય ધર્મનો દરજ્જો ઇસ્લામ ને અપાયેલો છે….પણ અન્ય ધર્મીઓને પણ સાંકળી શકાય એ માટે શુક્રવાર અને શનિવાર એ બે રજાઓ અપાય છે.દુબઈ શોપિંગ ફેસ્ટીવલ અને દુબઈ ફૂડ ફેસ્ટીવલ જેવા સમયે દર વર્ષે લગભગ ચાર મિલિયન પ્રવાસીઓ આ શહેરમાં આવે છે. ગોલ્ડ અને પ્રોપર્ટી બન્નેમાં માંગ સતત વધતી ગઈ છે. ફક્ત ૨૦૧૧ માં દુબઈ નું ગોલ્ડ વેચાણ ૫૮૦ ટન હતું.ઉચી આવકોને લીધે જીવનધોરણ માં પણ સુધારો થયો છે.શ્રેષ્ઠ સ્કૂલો, અદ્યતન હોસ્પિટલો, વિશ્વકક્ષા નું મનોરંજન……Life is worth living. અહીના વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને કારણે ડિરેક્ટર્સ પણ ફિલ્મ મેકિંગ માટે અનેકવાર દુબઈ ને પસંદ કરી ચુક્યા છે. હેપ્પી ન્યુ યર , બ્લેક ફ્રાયડે, વેલકમ જેવી બોલીવુડ ફિલ્મ્સ અને મિશન ઈમ્પોસીબલ જેવી હોલીવુડની ફિલ્મ દુબઈમાં શૂટ થઇ છે.દર વર્ષે અહી દુબઈ ફિલ્મ ફેસ્ટીવલ પણ યોજાય છે. ઇન શોર્ટ……ઇસ્લામિક વિશ્વનું આ સૌથી વધુ વિકસિત ગ્લોબલ સીટી છે.
અને આ બધું જણાવ્યા પછી, સતત સ્માઈલ આપતી દ્યુતિ કહે છે…..આપણે ત્યાં શેરીમાં જે બાળકો ભેગા થઈને રમે, રાત્રે ઓટલા પર આપણે બધા બેસીને વાતો કરીએ, એકબીજાને ત્યાં ભાવતું બન્યું હોય તો આપી જાય….એ બધું શિવમ ને જોવા નથી મળતું.મને અને બહેન ને ય ક્યારેક થાય કે ઘરમાં કોઈક મોટું હોય,તેલ નાખવા વઢતું હોય, જુના ભજનો ગાતું હોય તો ગમે…..But nobody gets everything. So we are happy with what we have.
સાચી વાત છે દ્યુતિ……ગમે તેટલું મળે,પોતાના સ્થાનને વળગી રહો કે ગમે તેટલા વિકસિત સમાજ માં જઈ વસો…..કૈક બાકી રહી જતું હોય છે.પણ અગત્યનું એ છે કે એ બાકી રહી જતું હોવા છતાં તમે હસીને જીવો છો,પારકા ને પોતાના કરો છો, નવું નવું જાણો અને માંણો છો.
“It should be good so long it lasts….” Cheers to the new land and new experiences…….cheers to the struggle and survival……