“થપ્પડ સે ડર નહિ લગતા સાહબ….”

તમારા મતે આજ સુધી માનવ સભ્યતાના આંતરિક સંઘર્ષોમાં વપરાયેલા સૌથી વધુ ભયાનક, પરિણામગામી શસ્ત્રો કયા છે? તીર-કામઠું? ગન્સ ? બોમ્બસ? તોપ? ન્યુક્લીઅર વેપન્સ ? બની શકે કે તમે સાચા હો.

પણ મારા મતે “ most dangerous weapon used by a civilization is propaganda literature.” મને લાગે છે કે આનાથી વધુ ભયંકર શસ્ત્ર હજી માનવસભ્યતા એ શોધવાનું બાકી છે. તો પહેલા તો પ્રોપગંડા એટલે શું? આ વિષે મને જુદી-જુદી વ્યાખ્યા જાણવી ગમશે પણ હું પોતે જે સમજુ છું તે હું શેર કરું.

પ્રોપેગંડા એટલે પ્રચાર દ્વારા લોકોને એક રેડીમેડ થીયરી કે એક વિચાર આપી દેવો. 

અને વિચાર થી વધુ જીવલેણ શું હોય છે? ફિલ્મ “ઇન્સેપશન” માં કહેવાયું છે એમ “ an idea is like a virus. Once it is implanted, you cannot remove it completely. “

મારે ખાલી બે બાબત મુકવી છે. એની ઉપરના અભિપ્રાયો દરેકના આગવા હશે. પણ આ ઘટનાઓને ચર્ચવી જરૂરી છે.

          1

  • સાહિત્યમાં બાયોગ્રાફી( આત્મકથા) ની એક આખી પરમ્પરા છે. ઘણીવાર એ આત્મકથાને શબ્દદેહ અન્ય લેખકે આપ્યો હોય તેવું બને છે. હવે આમાં પણ ઇસ્લામિક દેશોની સ્ત્રીઓની આત્મકથા અપરમ્પાર છે…અને મેં લગભગ ઝનૂનની હદ થી ઘણીબધી વાંચી છે. પણ આમાંની કેટલીક આત્મકથાઓ વાંચતી વખતે તમને લાગશે કે આ થોડું વધુ પડતું છે, કે પછી થોડું વન સાઈડેડ છે. જો આખી કથામાં એક જ વ્યક્તિ વિકટીમ છે અને અન્ય પાંચસો પાત્રો દુષ્ટ છે, દેશ ખરાબ છે, પડોશી ખરાબ છે, કલ્ચર ખરાબ છે,બધું ખોટું છે…..તો એક હદ પછી તમને સેલ્ફ- વિકટીમાઈઝેશનની ટેન્ડનસી લાગવા લાગે છે. 
  • હવે આમાં મઝાની વાત એ છે કે અનેક ઇસ્લામિક સ્ત્રીઓની કથાઓને શબ્દરૂપ આપ્યું છે અમેરિકન લેખકો કે લેખીકાઓએ. અનેક કથાઓને પબ્લીશ કરી છે વેસ્ટર્ન પબ્લીકેશન કંપનીઓએ. મને નથી લાગતું કે મારે ક્રીશ્ચાનીટી વિરુદ્ધ ઇસ્લામની વાત સમજાવવાની જરૂર છે. આપણે બોમ્બ ફેંકતા લોકોને આતંકવાદી તરીકે ઓળખી કાઢીએ છીએ, પણ સભ્ય ભાષામાં, સહાનુભુતિનું રૂપ લઈને આવતા તર્ક્વાદને સમજવામાં ગોથું ખાઈ જીએ છીએ. 
  • હવે વિચારો… જે માણસ ક્યારેય આ દેશોમાં ગયો નથી અને આ વાંચે છે એનું પરીપ્રેક્ષ્ય આ સાહિત્ય થકી ઘડાવાનું છે. “પ્રિન્સેસ” ટ્રાયોલોજી વાંચીને તમે જે ક્રૂર સાઉદીની કલ્પના કરો છો તેનાથી સત્ય અનેકગણું જુદું હોઈ શકે. “ માય ફ્યુંડલ લોર્ડ” કે “બ્લાશ્ફેમી” માં દર્શાવ્યા છે એનાથી પાકિસ્તાની પુરુષો સારા હોઈ શકે, “નોટ વિધાઉટ માય ડોટર” માં દેખાડ્યું છે એટલું ખરાબ ઈરાન અને દીકરીનો પિતા ન પણ હોય.( વાસ્તવમાં આ પુસ્તકની સામે એક “ વિધાઉટ માય ડોટર” નામની પિતાના દ્રષ્ટિબિંદુ થી ડોકયુમેન્ટરી પણ બનેલી)
  • હા સશસ્ત્ર અંતિમવાદ છે પણ એ દેખાય છે. ડરવું એનાથી પણ જરૂરી છે જે દેખાતું નથી. સાહિત્ય, પ્રોપેગંડા રાઈટ-અપ કાળ વીંધીને જીવે છે અને એક આખી સભ્યતા વિષે ભવિષ્યને મીસગાઈડ કરવાની શક્તિ ધરાવે છે.

           2

  • જો ઇતિહાસના અતિક્રુર શાસકો કે રાજકીય લીડર્સનું નામ આપવાનું થાય તો આપણા મનમાં હિટલરનું નામ સ્વભાવિક રીતે જ આવે છે. લાખો જ્યુઝને મોત આપનાર હિટલર ક્રુરતાનું પ્રતિરૂપ છે. જર્મનીમાં આજે પણ જ્યુઝ માટે એક સ્મારક બનાવાયું છે અને ત્યાં લાખો પ્રવાસીઓ આવે છે. દહોમાં કોન્સન્ટ્રેશન કેમ્પ સચવાયો છે અને મ્યુઝીયમ બનાવાયા છે. જે ક્રુરતા આચરવામાં આવી એનું પ્રાયશ્ચિત જર્મનીના વર્તમાન નાગરીકોએ પોતાના એ શાસકને ધિક્કારીને કર્યું છે. અહી સુધી આ વાત સમજાય એવી છે. 
  • હવે એક પ્રશ્ન. હિરોશીમા અને નાગાસાકી પર જે બોમ્બ ફેંકાયો એ સમયે કયા અમેરિકન લીડરે એ માટેના આદેશ આપેલા એ આપણામાં થી કેટલાને ખબર છે? મારે એ નામ ગુગલ કરીને જોવું પડ્યું. એ દુર્ઘટનાને યાદ રાખવામાં આવી છે, પણ એ નિર્ણય લેનારને કેમ વિલનની યાદીમાં બહુ ઓબ્વીયસ સ્થાન નથી મળ્યું? એક અંદાજ મુજબ લગભગ અઢી લાખ સિવિલિયન લોકો એ બોમ્બિંગમાં મરેલા. પેઢીઓ સુધી આવનારા બાળકો પર એ રેડીએશનની સાઈડ ઇફ્ફેક્ટ રહેલી. કેન્સરના, ચામડીના રોગ, ટ્રોમાં, બહેરાશ, અંધતાના પ્રમાણમાં તીવ્ર વધારો નોંધાયેલો અને આર્થિક નુકસાન…જો કે એ વાત જ અહીં અમાનવીય લાગે છે. પણ હેન્રી ટ્રુમેનને કેમ એટલાજ ક્રૂર માનવામાં નથી આવતા? અમેરિકામાં કેમ આજ સુધી જાપાન પર થયેલા બોમ્બિંગના પસ્તાવાના પડછાયા નથી દેખાતા? 
  • મેં આનું કારણ એવું કાઢ્યું કે કૂલ જ્યુઝ જે સાત વર્ષમાં મૃત્યુ પામ્યા એ ૬૦ લાખ જેટલા હતા, જ્યારે પ્રમાણમાં જાપાનમાં ઓછા મોત થયેલા. પણ જો એ જ લોજીક હોય તો અમેરિકા એ અફઘાનિસ્તાન પર કરેલા હુમલામાં વધુ મૃત્યુ થયા છે અને ૯/૧૧ માં ઓછા. છતાં યુ.એસ. પરનો હુમલો જેટલો ઘાતકી ગણાય છે અને પ્રચાર પામ્યો છે એટલી જાગૃતિ અફઘાનીસ્તાન હુમલા વિષે નથી.
  • હું પત્રકારો કે મીડિયાના લોકોની વાત નથી કરતી, પણ કોઇપણ સામાન્ય વિદ્યાર્થીને કે નાગરિક ને પૂછો ભાગ્યે જ કોઈ એવું હશે જેને ૯/૧૧ ની ખબર ન હોય. 
  • No, I am not trying to prove anything. I am just trying to understand. કેમ એવું લાગે છે કે કેટલીક ઘટનાઓ વધુ હાઈલાઈટ થાય છે ? શું સાચું છે “ સત્યમેવ જયતે”? કે પછી જે જીત્યું એ જ સત્ય હતું એમ માની લેવાયું છે? 

So we need to be careful when a readymade idea is given. it will grow, it will expand its branches. ખાસ કરીને સાહિત્યની તાકાત અમાપ હોય છે. આવનારા ભવિષ્યમાં આજની વાત કહેવા એ જીવવાનું છે …. અને એનું અસત્ય સૌથી વધુ ઘાતક છે. લખનારા હાથની નૈતિકતા અને વાંચનારી આંખોની બીટવીન ધ લાઈન્સ સમજવાની શક્તિ વધે તેવી પ્રાર્થના.

Leave a Comment