બેન્ક ઓફ બરોડાની અમદાવાદ સેટેલાઈટ બ્રાન્ચના મેનેજર નરોતમ પંડ્યાએ ઘરેથી આવેલા ટીફીનનું ઢાંકણું ખોલ્યું અને મોબાઈલ રણકી ઉઠ્યો. નરોતમભાઈએ કટાણું મોં કરીને ફોન લીધો. ફોન કરનારે જે કઈ કહ્યું એના જવાબમાં એ ખાલી બે લીટી બોલ્યા ‘ સારું છે’ અને ‘એ હા’. મોબાઈલ બાજુ પર મુકીને એમણે નિશ્વાસ મુક્યો અને જમવાનું શરુ કર્યું. નરોતમભાઈના કંટાળાનું…