March 5, 2020

બેન્ક ઓફ બરોડાની અમદાવાદ સેટેલાઈટ બ્રાન્ચના મેનેજર નરોતમ પંડ્યાએ ઘરેથી આવેલા ટીફીનનું ઢાંકણું ખોલ્યું અને મોબાઈલ રણકી ઉઠ્યો. નરોતમભાઈએ કટાણું મોં કરીને ફોન લીધો. ફોન કરનારે જે કઈ કહ્યું એના જવાબમાં એ ખાલી બે લીટી બોલ્યા ‘ સારું છે’ અને ‘એ હા’. મોબાઈલ બાજુ પર મુકીને એમણે નિશ્વાસ મુક્યો અને જમવાનું શરુ કર્યું. નરોતમભાઈના કંટાળાનું…

March 4, 2020

સાલુ સંબંધોમા પણ પત્તાની રમત જેવુ છે, આપણા હાથમાં જે પત્તા આવે એનાથી જ ચલાવવુ પડે. રાણી આવી તોય તમારા નસીબ અને દૂડી આવી તોય તમારા નસીબ” સુકેતુ એ વિચાર્યું. આજે ડીસેમ્બરની ઠંડી બપ્પોરે આરામખુરશીમાં લાંબો થયેલો સુકેતુ દુખી દેખાતો હતો. દેખાતો શું હતો…હતો જ. આખી દુનિયા જાણતી હતી કે સુકેતુને દુખી હોવાનું વાજબી કારણ…

March 3, 2020

લેકચર પૂરું થવાનો બેલ વાગ્યો અને આખા બિલ્ડીંગમાં પળવારમાં ધમાલ મચી ગઈ. પ્રોફેસર્સ પોતાની ફાઈલ્સ લઈને સ્ટાફરૂમ તરફ જવા રવાના થયા અને વિદ્યાર્થીઓએ કેન્ટીન બાજુ ગતિ કરી. ક્લાસરૂમની બહારના પેસેજમાં ભીડ થઇ ગઈ. કોઈકને નોટ્સ એક્સચેન્જ કરવાની હતી, કોઈકને ફ્રેશર્સ પાર્ટીના પાસ લેવાના હતા, કોઈ પોતાના નવા સ્કર્ટને ફ્લોન્ટ કરી રહ્યું હતું અને યુથ ફેસ્ટીવલના વિદ્યાર્થીઓ રીહર્સલની જગ્યા શોધી રહ્યા હતા. એ જ રોજનો ઘોંઘાટ અને
કલબલાટ. જોર થી હસવાના અવાજો, દેવાતી તાળીઓ, ધબ્બા અને કોઈક ખુણામાં શરુ થઇ રહેલી પ્રેમકથાઓ…

March 2, 2020

“ જેન્ડર- ડીસક્રીમીનેશન” દિવસોનુ પણ માણસોની જેવુ જ હોય છે. જેમ કેટલાક માણસોને જોતા જ તમને ખ્યાલ આવી જાય કે ‘આ માણસ તમારા માટે પનોતી છે’, એમ કેટલાક દિવસો બુંદીયાળ જ ઉગતા હોય છે. એ દિવસે તમે ગેસની સામે ઉભા હો અને ચા ઉભરાઈ જાય છે, બાથરૂમમાં હો અને નળમાં પાણી આવતું બંધ થઇ જાય…

March 1, 2020

બીપ્લોવબાબુ ચેટર્જી પોતાના નામને બહુ નાનપણ થી જ ગંભીરતા થી લેતા. સહેજ સમજણા થયા પછી એમણે ખાદીના કપડા પહેરવા શરુ કરેલા. એમની માને એમના સિદ્ધાંતો માટે અહોભાવ હોય એવું લાગતું નહી. એ આવા જાડા કાપડને ધોવામાં રોજ સાબુ બગડતો અને હાથ દુખતા એટલે બુમો પાડતી. ક્યારેક કોઈક ઉકળાટભરી સાંજે બીપ્લોવબાબુ અગાસીમાં બેસીને સમાજના પુનરુત્થાન વિષે…