ચાલને સખા સુખને શોધીએ,
શિયાળાની રાતે થોડી ટૂંકી રજાઈને સાથે મળીને ચાલ ઓઢીએ…
ઝુરાપાનો દરિયો, ને ઈ દરિયે આવ્યા પુર.
વાંભ સરીખા મોજા ઉછળે , હૈયુ ગાંડુતુર…
મ્હાય્લે ધગે સે મારે ચૂલો , ને દાઝ મને એવી ચડે સે મારા રોયા…
જો,મને ઢોલવાળો મનીયો ય ગમે સે, એટલે ટણીયુ તો કરવાની નઈ જ…
હું હળદરનો પીળચટ્ટો ચોંટીયો ભરીશ, ભલે ગામ તને રંગે ગુલાલમાં…