April 4, 2020

” મૂળભૂત રીતે આ નાટક ‘જીવનસૂર્ય’ નામે તૈયાર થયેલું. ટાગોર અને મૈત્રયીદેવીના વાર્તાલાપમાં ટાગોરના પાત્રો ચર્ચાતા જાય એ પ્રકારનું એનું વિષયવસ્તુ હતું. એ પછી આ જ નાટકને ‘ એકલા ચાલો રે’ નામ અને થોડું જુદું સ્વરૂપ અપાયું. કાજલ ઓઝા વૈદ્ય અને ટાગોર વચ્ચેના સાહિત્યિક ઘર્ષણની આમાં ગૂંથણી થઇ. વિવિધ કથાઓના પાત્રો એક પુસ્તકમાંથી સ્ટેજ પર…

April 3, 2020

” ભગવતીચરણ વર્માના પ્રસિદ્ધ ઉપન્યાસ ‘ચિત્રલેખા’ પરથી આ નાટ્યકૃતિ રચાઈ છે. રાજનર્તકી ચિત્રલેખા અને સામંત બીજ્ગુપ્ત વચ્ચે પ્રેમસંબંધો છે. બન્ને શ્રુંગાર અને ભોગને જીવનનો મૂળ રસ માને છે. સુરા, સૌન્દર્ય અને સુખ એ આ પ્રેમીજનોની જીવનરીતિ છે. બીજી તરફ કુમારગીરી નામનો તપસ્વી છે જે શુષ્ક સાધનામાં શરીરને તપાવી શૂન્યમાં ભળી જવા માગે છે. વિધિની વક્રતાને…

April 2, 2020

” જમીન કાઠીયાવાડની એક ચારણ સ્ત્રીની કથા છે. કુટુંબના વેરઝેરમાં પતિની હત્યા થયા પછી બે ધાવણા બાળકોની માતા એકલપંડે જે રીતે જીવનને રળિયાત કરી જાણે છે એનું આમાં ચિત્રણ છે. ૩૫ કલાકારો, ચોતરે થતું સોરઠી દુહા અને છંદનું ગાન, ચાકળા લાગેલી ભીંત વાળું ખોરડું અને લાજ કાઢેલી સ્ત્રીઓ…આ પ્રકારનો પરિવેશ જાણે કોઈ ગ્રામ્યપ્રદેશમાં લઇ જાય…

April 1, 2020

” કલા એટલે શું? સર્જકતા શું સિધ્ધિઓ અને સ્વીકાર પર નિર્ભર હોય છે? આવા સૂક્ષ્મ પ્રશ્ન પર ઉભેલું આ નાટક આદિત્ય અને વાસવી નામના પતિ-પત્નીની કથા છે. લગભગ વીસેક વર્ષ પહેલા છુટા પડી ચુકેલા પતિ-પત્ની એક સાંજે ભેગા થાય છે અને જુના દિવસોને યાદ કરે છે. બન્ને જીવનના જે માર્ગ પર ચાલ્યા ત્યાં એમને સુખ…