January 17, 2020

‘મારુ પિયર પાકિસ્તાન…..’ હું ભારતમાં જ જન્મેલી પણ આજે એ શહેર પાકિસ્તાનનો ભાગ બની ગયું છે. કરાંચીમાં અમે ઈશ્વરદાસની ગલીમાં રહેતા. ત્યાં હું અને મારી બહેનપણી સરસ્વતી ઓટલા પર પાંચીકા રમતા અને જોર જોર થી ગીતો ગાતા….હજી આજે ય આંખ બંધ કરુ તો એ ઓટલાનો પથ્થર અને તડકામાં ચમકતા પાંચીકા જોઈ શકું છું….” ૯૧ વર્ષના…

January 16, 2020

ઓ રે ચીરૈયા શરૂઆતમાં હું રોજ આકાશમાં ઉચે ઉડતા વિમાન દુર-દુર જઈને ટપકું થઇ જાય ત્યાં સુધી જોયા કરતી અને વિચારતી કે આ વિમાન ઇન્ડિયા જતા હશે……પછી હસી પડતી….બધા વિમાન કઈ ઇન્ડિયા થોડા જાય? “ આ વાક્યો છે બિનીતા પંડ્યાના જે કેનેડાના ટોરોન્ટોમાં છેલ્લા દસ વર્ષથી રહે છે. કાઠીયાવાડના બરવાળા ગામની બિનીતા વિદ્યાનગરમાં ભણી. બી.એ….

January 15, 2020

‘આજ જાને કી ઝીદ ના કરો’ I still remember ……૧૯૮૪ માં એર ઇન્ડિયાની ફ્લાઈટમાં હું કાયમ માટે યુ.એસ જઈ રહી હતી …..બેગમ અખ્તરના ખરજના અવાજમાં ‘કોયલિયા મત કર પુકાર, કરજવા લાગત કટાર’ સાંભળતા સાંભળતા હું ધોધમાર રડી પડેલી. મારી જમીન, આ ઘુંટાયેલો અવાજ, મારી ભાષા અને એની તળપદી મીઠાશ, મારા દેશનો વરસાદ અને હજારો જાણીતા…

January 14, 2020

જૈનીઝમ ઇન ચાઈના હું તો ચુસ્ત જૈન પરંપરામાં માનનારી, અને ચાઈના તો સાપ પણ ખાનારા લોકોનો દેશ. મારે તો બટાકા, લસણ, ડુંગળી બધાનો વાંધો…..અરે પર્યુષણમાં તો અમે ઘણા શાકભાજી પણ ન ખાઈએ…..શું થશે? કઈરીતે રહીશું? આવા અનેક પ્રશ્નો હતા મનમાં. પણ આજે પાચ વર્ષે હું ગર્વ થી કહી શકું છું કે અમે અહી પણ પ્યોર…

January 13, 2020

સાઉદી ડાયરીઝ ‘ ગાંધીનગરમાં તો અમે બેનપણીઓ રાત્રે ૧૧ વાગે પાઉભાજી ખાવા ઉપડી જતી. કોઇપણ કામ હોય તો ટુવ્હીલર મારી મુકતી……અને અહી જેવા ઘરની બહાર નીકળો કે બુરખો પહેરી લેવાનો…..જાતે ડ્રાઈવ કરીને ક્યાંય જઈ ન શકાય……ખુલ્લા વાળ રાખીને બહાર ન નીકળી શકાય.જાણે કોઈ જુદા જ સમયમાં આવી ગયા હોઈએ એવું લાગે.’ નમ્રતા મૂળ ગાંધીનગરમાં મોટી…

January 12, 2020

‘મલેશિયા’ ઘર સે નીકલે તો હો સોચો કી કિધર જાઓગે….હર તરફ તેઝ હવાએ હે, બિખર જાઓગે….. હર નયે શહેર મેં કુછ રાત કડી હોતી હે, છત સે દીવાર જુદા હોગી તો ડર જાઓગે……… જાવેદ અખ્તર આજ જે વાત કરવાની છે એ જરા જુદી છે. આમ જુઓ તો આજે પણ એક નવા દેશની જ વાત કરવી…

January 11, 2020

વોર્મ હાર્ટ ઓફ આફ્રિકા ભારતમાં હું કોલેજના છ વર્ષ હોસ્ટેલમાં રહેલી, અને લગ્ન પછી ૧ જ મહિનામાં પારકા દેશમાં ઘર વસાવવાનું આવ્યું. એક તો ઘર માટે શું સામાન જોઈએ એ ખબર નહી ને પાછું દેશી વસ્તુઓનું અંગ્રેજી નામ ન આવડે……સાણસી, લોઢી,ધોકો….એને english માં શું કહેવાય?” પ્રીયાંગી પુજારા આફ્રિકાના દક્ષિણપૂર્વમાં આવેલા મલાવી નામના ટચુકડા દેશમાં છેલ્લા…

January 10, 2020

એન્ડ્યોરન્સ “ હું ફક્ત દોઢ વર્ષ પહેલા અહી આવી છું, પણ ભારતમાં જે હું અઢાર વર્ષમાં નહોતી શીખી…..એ અહી છેલ્લા દોઢ વર્ષમાં શીખી ગઈ છું. એ સારું કહેવાય કે ખરાબ…મને નથી ખબર, પણ હવે હું લોકો પર આંધળો વિશ્વાસ નથી મુકતી. I have learnt the ways of the world.” ગુજરાતના નાનકડા ગામ મહુધાના એક મધ્યમવર્ગીય…