” એક સુરજ ઉગાડવા માટે કેટલા બધા જણે રાત પાડવી પડે છે…” જો હું ભૂલ ન કરતી હોઉ તો ઉપરની અદ્ભુત પંક્તિ રમેશ પારેખની કોઈ કવિતામાં મુકાયેલી છે. આજે મારે એ જ રાતોની વાત કરવી છે જે સૂર્યોદયના આનંદ પાછળ ભૂલાયેલા વિષાદ સમી ઉભી છે. કેટલાક જીવન ધ્રુવતારા સમા હોય છે. એનું કાર્ય વિશ્વને માર્ગ…