Books

એક હતી ગુંચા

રિટાયર્ડ શિક્ષિકા બેલા દક્ષિણમાં આવેલા રમણઆશ્રમમાં થોડા દિવસો રહેવા આવે છે.
આશ્રમમાં એ ગુંચા નામની એક સ્ત્રીને મળે છે અને સ્તબ્ધ થઇ જાય છે…
કારણકે બેલાના મત મુજબ એ સ્ત્રી વીસ વર્ષ પહેલા મૃત્યુ પામી છે. તો કઈરીતે? કઈરીતે?
‘એક હતી ગુંચા’ અસંભવની કથા છે, પ્રશ્નોની કથા છે. અને પ્રશ્નોથી વધુ મૂલ્યવાન બીજું શું હોય છે વળી?

A story of improbable Probability – એક હતી ગુંચા

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

ધર્મો રક્ષતિ

યુ. એસના ‘કમ્યૂનિકી મિડીયા હાઉસ’નો સિનિયર જર્નલીસ્ટ એડી અફઘાનિસ્તાનથી રિપોર્ટિંગ કરી રહ્યો છે, ત્યાં એને એક સમાચાર મળે છે, “મા મૃત્યુ પામી છે”.
એ મા જેની સાથે વર્ષો પહેલા સંબંધ ટુટી ગયો હતો, જેને એક દાયકાથી જોઈ નથી… એ મા જતી રહી છે.
આ કથા છે મા ને અંતિમ વિદાય આપવા ભારત આવી રહેલા એડી ઉર્ફે આદિત્ય ભારદ્વાજની…
આ કથા છે ધુમ્રસેર માફક ફેલાઈ ગયેલી અરૂંધતી ભારદ્વાજની…
આ કથા છે દોનધ્રુવ જેવા માતા અને પુત્રની…

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

The Many Lives of Pauloma Chattopadhyay

In a way, this is the story of Pauloma Chattopadhyay, a housewife living in Kolkata, But in actuality, this is the story of every individual who has wondered, “What if I had lived in a different era of place?” Vasansi Jirnani is a tale of the impossible and unimaginable.

To order this book –

Email us for Book

View Book

ત્વમેવ ભર્તા

મહાકાવ્ય ‘રઘુવંશમ’ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે …
“ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ:।”
(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)
પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું.
કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.
આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે.
આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે.
આ નાયિકા કહે છે “કોઈકે તો ભૂંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ….હું છું …. હું છું”

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

વાસાંસિ જીર્ણાનિ

 

 

આ કથા છે કલકતામાં રહેતી એક ગૃહિણી પોલોમા ચટ્ટોપાધ્યાયની જે એક અકલ્પ્ય અનુભવમાંથી પસાર થાય છે અને ચાર જુદા-જુદા જીવનની અનુભૂતિ કરે છે.
પણ વાસ્તવમાં આ ફક્ત પોલોમાની કથા નથી. આ એ દરેક વ્યક્તિની વાત છે જેણે “હું કોઈ બીજા સમય કે સ્થળમાં જીવી શકું તો?” એવું વિચાર્યું છે. વાસાંસિ જીર્ણાનિ એક અલૌકિક અજ્ઞાતની વાત છે પણ તમારા અનુભૂતિ જગતમાં તમે એનાથી પરિચિત છો. આ વાંચીને જો કોઈને લાગે કે “આવું મેં પણ ક્યારેક અનુભવ્યું છે” તો આ કથા સાર્થક છે.

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

અસ્મિતા

અસ્મિતાની શરૂઆતમાં કહેવાયું છે “ ભારતની કર્કશા, કક્ળાટીયણ કુળવધુઓને અર્પણ”.
આ નવલકથા આવી જ એક સ્ત્રીની આત્મશોધની કથા છે. સુમા એક મધ્યમવર્ગીય , નોકરીયાત ગૃહિણી છે. એનો સ્વભાવ એટલો રુક્ષ છે કે એની આસપાસના લોકો એની કડવાશ અને કચકચથી થાકી ગયા છે.
એક રાત્રે સુમા ઘરની વેરવિખેર પડેલી વસ્તુઓ સરખી મુકે છે, ઊંઘતી દીકરીના કાનમાંથી ઈયરફોન્સ કાઢે છે, પતિને ઓઢાડે છે અને પોતાની બેગ લઈને એકપણ શબ્દની આપલે વિના ચાલી જાય છે. ‘અસ્મિતા’ એ મૌન વિદાય પછીની કથા છે…. જનારના પરિચયની યાત્રા છે. ભારતની દરેક મધ્યમવર્ગીય ગૃહલક્ષ્મી આ લઘુનવલની નાયિકા છે.

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

સમાંતર

સમાંતર મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે, પણ એનો સમયગાળો આઝાદી પહેલાનો અને પછીનો છે. આથી જ અનાહિતાકુંવર , રઘુનાથ બર્વે અને ઈમાદ સૈયદની આ કથા ફક્ત એમની નથી, આ દેશની પણ છે.
ભારતના ભવિષ્યના લડવૈયાઓ અને મહાનાયકોના વૈચારિક સંઘર્ષ , આઝાદીની સવાર, રજવાડાઓનો અંત, ભારત-પાકિસ્તાનનાં ભાગલા અને પ્રજાઓના માનસિક વિભાજનની આ કથા છે. વીસમી સદીના પરોઢથી એકવીસમી સદીના સૂર્યોદયનો સમય અહીં વણી લેવાયો છે.

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

અશેષ

અશેષનું વિષયવસ્તુ જેટલું સંકુલ છે એટલી જ પ્રયોગાત્મક એની લખાણશૈલી છે. એક યુવાન છોકરી ઇપ્સા એક તદન અજાણ વ્યક્તિ સાથે થયેલી વાતચીતને આત્મિક સંબંધ સમજી બેસે છે. આજના વર્ચ્યુઅલ વિશ્વમાં સાવ સાહજિક ગણાતા ફલર્ટીન્ગને પ્રેમ માની બેસે છે.
એકરીતે પુસ્તકનું વિષયવસ્તુ પ્રેમ છે અને બીજીરીતે જોવા જઈએ તો ભ્રમણા છે.

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

કેસ-બુક ઓફ મિ.રાય

મિ. રાય ‘ઇન્વેસ્ટીગેટીવ બ્યુરો’નો એક બાહોશ અધિકારી છે. હાઈપ્રોફાઈલ મર્ડર કે ગંભીર અપરાધની ગુથ્થી સુલઝાવવા જેમના પર વિશ્વાસ મુકાય છે એવા મિ.રાય એક અનકન્વેન્શનલ નાયક છે. આ પુસ્તક એમના બે કેસીસને સમાવિષ્ટ કરે છે.
– ડેથ ઓફ સત્યવતી મહેતા
– હાઉસબોટ – નં- ૩

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

પર્સેપ્શન

પર્સેપ્શન એ છવ્વીસ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ભાતીગળ જીવનપટમાંથી ઉપસી આવેલી કેટલીક નાની-નાની ઘટનાઓ અને માનવમનની ભૂલભુલામણીની આ કથાઓ છે. યુવાનીમાં ભૂલાયેલા પ્રેમની , મોતના કુવામાં ગાડી ચલાવતા શ્રમિકની, ફાંસીની સજા પહેલા અંતિમ ઈચ્છા કહેતા કેદીની તો ક્યારેક છૂટાછેડા લેવા જીદે ચડેલી સ્ત્રીની વાત અહીં વણી લેવાઈ છે. બક્ષી કહેતા “ દરેક લેખક પહેલા ટૂંકી વાર્તાઓ લખે છે”. આ પુસ્તક પણ દેવાંગી ભટ્ટનો પ્રથમ વાર્તાસંગ્રહ છે.

To order this book –

Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book

મહાભિનિષ્ક્રમણ

આ કથા છે અમદાવાદના જીવરાજપાર્કમાં રહેતી એક સાદી ગૃહિણીની. પાડોશણ સાથે ભીંડાના ભાવની વાતો કરતી, વરસાદ આવે તો સૂકવેલા કપડાં લેવા દોડતી, રોજ ગાયને રોટલી નાખતી એક સાવ સાધારણ સ્ત્રીની. એનામાં કોઈ વિશેષતા નથી… સિવાય કે સાતત્ય.

પણ ધીમી ધારે વહેતું પાણી કાળમીંઢ પથ્થરને ફાડીને વહી નીકળે છે. સાતત્ય પર જ સૃષ્ટિ અને સભ્યતા ટકેલા છે.

તો કથા રમીલાની… સાતત્યની… દાંમ્પત્યની.
Email us for Book
NAVBHARAT SAHITYA MANDIR

View Book