” મૂળભૂત રીતે આ નાટક ‘જીવનસૂર્ય’ નામે તૈયાર થયેલું. ટાગોર અને મૈત્રયીદેવીના વાર્તાલાપમાં ટાગોરના પાત્રો ચર્ચાતા જાય એ પ્રકારનું એનું વિષયવસ્તુ હતું.
એ પછી આ જ નાટકને ‘ એકલા ચાલો રે’ નામ અને થોડું જુદું સ્વરૂપ અપાયું. કાજલ ઓઝા વૈદ્ય અને ટાગોર વચ્ચેના સાહિત્યિક ઘર્ષણની આમાં ગૂંથણી થઇ. વિવિધ કથાઓના પાત્રો એક પુસ્તકમાંથી સ્ટેજ પર આવતા જાય છે અને સર્જક સાથે લડાઈ પણ આદરે છે. કાજલ ઓઝા આ કૃતિમાં પોતાની ભૂમિકા પોતે ભજવે છે જ્યારે પ્રો.કમલ જોષી ટાગોરની ભૂમિકામાં છે. ટ્રાન્સમીડિયા દ્વારા આ કૃતિ પુરસ્કૃત છે.
વર્તમાન પેઢીને જુના સાહિત્ય સુધી લઇ જવાનો આ સુંદર અને સુખદ પ્રયત્ન છે. ”