તમે ધારી લો પૂજવા જેવો પરમેશ્વર,
ને એ સાવ નજીવો માણસ નીકળે.
તમે માની લો ઝળહળતી મશાલ,
અને એ ટમટમતું એક ફાનસ નીકળે…
કેવું હસવું આવે? સાલુ કેવું હસવું આવે?
મનમાં મોટો મહેલ ચણીને રાજ્યાભિષેક કર્યો હો જેનો,
રાત-દિવસ અભિભૂત આંખ થી ચંદનલેપ કર્યો હો જેનો.
તમે ગણ્યો હો અશ્વમેઘ શો પાણીદાર,
ને એ ટટટુ જેવું ફારસ નીકળે…
કેવું હસવુ આવે? સાલુ કેવું હસવું આવે ?
વહેલી સવારે નહાઇધોઇને ,મોરૈયો ઘી માં છ્મકારો,
સૂરણ કાપો, શીરો શેકો,રાજગરાની કઢી વઘારો.
ખરી બપોરે અગિયારસનું ફરાળ કરવા બેસો,
ને જો બારસ નીકળે…
કેવું હસવું આવે? સાલુ કેવું હસવું આવે?
Devangi Bhatt-