સમય સાક્ષી છે

” કલા એટલે શું? સર્જકતા શું સિધ્ધિઓ અને સ્વીકાર પર નિર્ભર હોય છે? આવા સૂક્ષ્મ પ્રશ્ન પર ઉભેલું આ નાટક આદિત્ય અને વાસવી નામના પતિ-પત્નીની કથા છે.

લગભગ વીસેક વર્ષ પહેલા છુટા પડી ચુકેલા પતિ-પત્ની એક સાંજે ભેગા થાય છે અને જુના દિવસોને યાદ કરે છે. બન્ને જીવનના જે માર્ગ પર ચાલ્યા ત્યાં એમને સુખ મળ્યું ખરું? એ પ્રશ્નનો ઉતર એ શોધી રહ્યા છે.

સંગીત નાટ્ય અકાદમી દ્વારા લેખન, દિગ્દર્શન અને અભિનય ત્રણેય કેટેગરીમાં પુરસ્કૃત આ નાટક શાંતરસ અને લાઘવનું ગાન છે. “

Leave a Comment