પરદેશી દીકરીનું ગીત

આજ તને હું બેગ ભરીને ત્રેવીસ કિલો તાપ મોકલું,
સવારના શેરીમાં જે થાતો તો એ પદચાપ મોકલું.

એક ખૂણામાં હળદર,મરચું, ધાણાજીરું,અથાણા
બીજીબાજુ મિઠાઈઓ ને થોડાઘણા વસાણા
ચણિયાચોળી મોકલી દઉં પણ,
કઈરીતે મધરાતે વાગતી ઢોલક કેરી થાપ મોકલું ?
આજ તને…

જ્ઞાતિના સંમેલનમાં ઘણાબધા મળે છે,
‘તું કોનો?’ ને ‘તું કોની?’ ની વાતો ખુબ ચગે છે.
અહિચ્છત્ર તો મોકલી દઉં પણ ,
કઈરીતે હું પ્રશ્નોરી પંચાત મોકલું?
આજ તને…

ભીડભર્યા રસ્તા ને બુમો મોકલવી કઈરીતે?
પાણીપુરી ની સાથે ભૈયો મોકલવો કઈરીતે?
લગ્ન,વાસ્તુ,સિમંત,સગાઇ કરું કુરિયર ,
મારું જો ચાલે તો તને આખી નાગરી નાત મોકલું.
આજ તને….

Leave a Comment