પીટ્યો ભરરસ્તે આંખને ઉલાળે ,
પાછો મરકે સે ગામની વચાળે
કોક દિ જો સીમ જતા એકલો મળે,
ઈને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે …
આ તો નાનકડું ગામ, હૌ ને હૌની પંચાત,
અહીં આવા અળવીતરા થવાય ?
જ્યાં બાજુની ભીંત તારી છીંકુએ હાંભળે,
ન્યા લવ-બવની વાતું કરાય ?
તારી નકટી જીભડીને કોક બાળે,
તને પોંખવો સે અધમણની ગાળે
બેડું ભરીને હજી નેકળતી હોઉં,
ન્યા ઈ અક્કરમી આવી અથડાય
ડોશીઓને હેડ્કીયું ઉપડે ને
ચોતરાની આંખ્યું તલવાર થઇ જાય
તને તાવડે મુકીને કોક તાળે,
તને પોંખવો સે અધમણની ગાળે
Devangi Bhatt-