” જમીન કાઠીયાવાડની એક ચારણ સ્ત્રીની કથા છે. કુટુંબના વેરઝેરમાં પતિની હત્યા થયા પછી બે ધાવણા બાળકોની માતા એકલપંડે જે રીતે જીવનને રળિયાત કરી જાણે છે એનું આમાં ચિત્રણ છે. ૩૫ કલાકારો, ચોતરે થતું સોરઠી દુહા અને છંદનું ગાન, ચાકળા લાગેલી ભીંત વાળું ખોરડું અને લાજ કાઢેલી સ્ત્રીઓ…આ પ્રકારનો પરિવેશ જાણે કોઈ ગ્રામ્યપ્રદેશમાં લઇ જાય છે. મૂળભૂત કથાનક સંઘર્ષનું હોવા છતાં રજૂઆત રંગીન અને હાસ્યરસથી પ્રચુર છે.
‘જમીન’ અનેક નાટ્યગ્રુપ દ્વારા ભજવાયું છે. ગુજરાત સરકારે થીયેટર પ્રોગ્રામ અંતર્ગત આ કૃતિ રેકોર્ડ કરીને રાજ્યની તમામ કોલેજીસને મોકલેલી . જમીન “ભવન્સ કલ્ચરલ સેન્ટર” ની પૂર્ણ સમયની નાટ્યકૃતિની સ્પર્ધામાં “શ્રેષ્ઠ મૌલિક કૃતિ” તરીકે પસંદ થયેલું. “