ચિત્રલેખા

” ભગવતીચરણ વર્માના પ્રસિદ્ધ ઉપન્યાસ ‘ચિત્રલેખા’ પરથી આ નાટ્યકૃતિ રચાઈ છે.

રાજનર્તકી ચિત્રલેખા અને સામંત બીજ્ગુપ્ત વચ્ચે પ્રેમસંબંધો છે. બન્ને શ્રુંગાર અને ભોગને જીવનનો મૂળ રસ માને છે. સુરા, સૌન્દર્ય અને સુખ એ આ પ્રેમીજનોની જીવનરીતિ છે. બીજી તરફ કુમારગીરી નામનો તપસ્વી છે જે શુષ્ક સાધનામાં શરીરને તપાવી શૂન્યમાં ભળી જવા માગે છે. વિધિની વક્રતાને પરિણામે ચિત્રલેખા અને કુમારગીરી વચ્ચે સંઘર્ષગત આકર્ષણ જન્મે છે.

આ નાટક વૈરાગ અને શ્રુંગારના ઘર્ષણનું છે. ભવ્ય દ્રશ્યસજ્જા, કમલ જોષીના સિમ્બોલિક કમ્પોઝીશન્સ અને દેવાંગી ભટ્ટના અદ્ભુત સંવાદો ચિત્રલેખાને ક્લાસિક સર્જનની શ્રેણીમાં મુકે છે.

આ નાટક સંગીત-નાટ્ય અકાદમી દ્વારા અને ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા લગભગ તમામ કેટેગરીમાં પુરસ્કૃત છે. દુરદર્શન દ્વારા કૃતિનું પ્રસારણ પણ થઇ ચુક્યું છે. “

Leave a Comment